મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ તેવું કહીને યુવતીને મારી નાખવાની ધમકી


SHARE











મોરબી: તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ તેવું કહીને યુવતીને મારી નાખવાની ધમકી

મોરબીમા લાલબાગમાં આવેલ કોર્ટના પરિસરમાં “તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ” તેવું કહીને વકીલ યુવતી સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળો આપીને જપાજપી કરી હતી અને “જો મારા પતિ સાથે કોઈ સંબંધ રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ યુવતીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વકીલ યુવતી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ કોર્ટના પરિસરમાં હતી ત્યારે ત્યારે તેની પાસે આવીને એક મહિલાએ “તું મારા પતિ સાથે કેમ અફેર રાખેશ” તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપીને જપાજપી કરી હતી અને હવે “જો મારા પતિ સાથે કોઈ સંબંધ રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વકીલ યુવતીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News