મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યુ


SHARE













મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યુ

મોરબીના નાની કેનાલ રોડ ઉપર રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.દરમ્યાન યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવાન સાથે પ્રેમલગ્ન કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલેલ છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મુળ લુંટાવદર ગામના અને હાલ મોરબી નાની કેનાલ પાસે આવેલ કિશન પાર્ક વિસ્તારમાં રહેતા અશોકભાઇ સવજીભાઇ કાલરીયાએ એ ડીવીઝન પોલીસ મથકે જાહેર કર્યુ હતું કે ગત તા. 17-10 ના બપોરે બે વાગ્યાના અરસામાં તેઓની દિકરી ઉર્મિલાબેન ઉર્ફે ઉર્વિબેન ઘરે કોઇને કઇ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયેલ છે. જેથી ગુમસુધા નોંધ દાખલ કરીને સ્ટાફના એ.એમ.ઝાપડીયા તથા રાઇટર કિશનભાઇ મોટાણીએ તપાસ ચાલુ કરી હતી. દરમ્યાનમાં ખુલ્યુ હતું કે ગુમ થયેલા ઉર્મિલાબેનને છેલ્લા બે વર્ષથી તેઓના વિસ્તારમાં રહેતા ધ્રુવિન ચતુરભાઇ ભટાસણા રહે. મોરબી સાથે પ્રેમ સંબંધ હમતો તા. 17ના બપોરે ર વાગ્યે તેની સાથે કારમાં બેસીને રાજકોટ અને ત્યાંથી જુનાગઢના પરબવાવડી મુકામે જઇ ત્યાં લવમેરેજ કર્યા હતા અને પછી મુંબઇ ચાલ્યા ગયા હતા. જેઓએ ઉપર મુજબનું નિવેદન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુમ પરત નોંધ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીની અણીયારી ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજા પામેલ ઇમરાન નૌસાદભાઇ શેખ (ઉ.વ.ર7) રહે. સેરડોટ અફઘાન બીજનોર ઉતરપ્રદેશને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના જુના ઘુંટુ રોડ કોસ્મો સિરામીક પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ડાબા હાથ તથા કોણીના ભાગે ઇજા પામેલ હાલતમાં જીજ્ઞેશ વસાવા (ઉ.વ.11) રહે. શકિત માતા મંદિર પાસે, જેતપર તા. જી. મોરબીને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
મોરબીના આમરણ ગામે આવેલ ઉમા કોટન ફેકટરી પાસે રહીને ત્યાં જ મજુરી કામ કરતો પ્રેમપાલસિંહ શ્રી કરણસિંહ નામનો 37 વર્ષનો યુવાન યુનિટ નજીક બાથરૂમ જવા માટે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા  બાઇકના ચાલકે તેને હડફેટે લેતા તેના અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જાણ થતા તાલુકા પોલીસ  મથકના જીલુભાઇ ગોગરાએ આગળની તપાસ શરૂ કરી છે.






Latest News