મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી આરોગ્ય સુવિધાઓ


SHARE





























મોરબી અને વાંકાનેરના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી આરોગ્ય સુવિધાઓ

હાલ મોરબી અને વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં પાંચ અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં યુ.પી.એચ.સી. ગોકુલનગર, શનાળા બાયપાસ ગોકુલનગર શેરી નં.- ૧૯- ૨૦, યુ.પી.એચ.સી. વીસીપરા, વીસીપરા મેઈન રોડ, કરણ બરફના કારખાના પાસે, યુ.પી.એચ.સી. સો ઓરડી, જનાબા બાલમંદિર, વેલનાથ ચોક, નવા જિલ્લા સેવા સદન સામે, સો ઓરડી વિસ્તાર, યુ.પી.એચ.સી. લીલાપર રોડ, બ્રાહ્મણ સમાજની વાડી, પરસોતમ ચોક, વજેપર, યુ.પી.એચ.સી. વાવડી રોડ, આશા પાર્ક, વાવડી રોડ, યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ પ્રાથમિક શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્ય સરકારની વિવિધ યોજના મુજબની દરેક પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં લેબોરેટરીમાં લોહી પેશાબના ૧૭ ટેસ્ટ જેમાં HB,RBS, યુરીન, સુગર, આલ્બ્યુમીન, UPT, TLC, RBC, DLC, MP, ESR, HBSAG, BGRH, HIV TEST, ગળાફાની તપાસ મફત કરવામાં આવે છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ મફતમાં કાઢી આપવામાં આવે છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની યોજના મુજબની સેવાઓનો મોરબી અને વાંકાનેરના શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત- મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Latest News