મોરબી અને વાંકાનેરના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી આરોગ્ય સુવિધાઓ
મોરબી કડવા પાટીદાર શૈક્ષણિક સંસ્થા-ટ્રસ્ટી ઉપર મહિલા પ્રોફેસરના ગંભીર આક્ષેપ: સંપૂર્ણ કાર્યવાહી નિયમાનુસાર કરેલ છે ટ્રસ્ટીનો ખુલાસો
SHARE
મોરબી કડવા પાટીદાર શૈક્ષણિક સંસ્થા-ટ્રસ્ટી ઉપર મહિલા પ્રોફેસરના ગંભીર આક્ષેપ: સંપૂર્ણ કાર્યવાહી નિયમાનુસાર કરેલ છે ટ્રસ્ટીનો ખુલાસો
મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઘણી કોલેજ આવેલ છે તે પૈકીની શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજમાંથી તાજેતરમાં મહિલા પ્રેફેસરને કાઢી નાખવામાં આવેલ છે ત્યારે આ મહિલા પ્રોફેસરે સંસ્થા અને તેના ટ્રસ્ટી સામે ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જો કે, ટ્રસ્ટીએ તમામ આક્ષેપો ખોટા હોવાનું કહીને નિયમાનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો ખુલાસો કરેલ છે.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા દશાડિયા ધર્મિષ્ઠા એચ.એ હાલમાં કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને જણાવ્યુ છે કે, તે મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં વર્ષ 2013 થી ઈંગ્લીસ વિષયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને ગત જાન્યુઆરી મહિનામાં આ સંસ્થાના બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કમલેશ ભોરણીયાએ મહિલા અધ્યાપકની છેડતી કરી હતી. જે અંગેની તેને ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈ ફેફરને જાણ કરી હતી. અને જરૂરી પુરાવા પણ આપેલ હતા તો પણ પ્રિન્સિપાલ સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને તેઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી ત્યાર બાદ ગત જૂન મહિનામાં તે નોકરીએ ગયા હતા ત્યારે તેઓને ટ્રસ્ટીઓને મળવાનું કહેવામા આવ્યું હતું અને બાદમાં તેને અપમાન જનક શબ્દો કહીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે. જેથી સંસ્થા અને ટ્રસ્ટી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવે છે ત્યારે આ બાબતે ટ્રસ્ટી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું “બધુ જ નિયમાનુસાર થયેલ છે અને મહિલા પ્રોફેસરના કામથી સંતોષ ન હતો જેથી તપાસ માટે બનાવવામાં આવેલ કમિટીના આખરી નિર્ણય પછી તેને નોકરીમાંથી કાઢવામાં આવેલ છે.