માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીની શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ઘર પાસેથી 28 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીની શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ઘર પાસેથી 28 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી શેરી નં-2 માં રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 28 બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી શેરી નં-2 માં રહેતા અંકિતભાઈ રાઠોડના રહેણાંક મકાન પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 28 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 14,595 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અંકિતભાઈ અરુણભાઈ રાઠોડ (34) રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી શેરી નં-2 નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ જે.જે. ડાંગર કરી રહ્યા છે.

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 360 રૂપિયાની રોકડ સાથે અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા (29) રહે. નવાપરા સંધી સોસાયટી વાંકાનેર વાળો મળી આવતા તેની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધાયો છે






Latest News