માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડે કાર ધડાકાભેર વીજપોલ-બેંકના શટરમાં અથડાઇ, કારનો બૂકડો બોલી ગયો


SHARE













મોરબીમાં શનાળા રોડે કાર ધડાકાભેર વીજપોલ-બેંકના શટરમાં અથડાઇ, કારનો બૂકડો બોલી ગયો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી રાત્રિના સમયગાળા દરમિયાન કાર લઈને કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કાર ચાલકે તેની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડમાં આવેલા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર વીજ પોલમાં અથડાયા બાદ બાજુમાં આવેલ ધ મહેસાણા અર્બન કોપરેટીવ બેંકના શટર સાથે કાર અથડાતા વીજ પોલ, બેંકના શટર તથા કારમાં નુકસાની થયેલ છે જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ કાર નંબર જીજે 3 એમએચ 7580 લઈને રાત્રિના સમયગાળા દરમિયાન કોણ નીકળ્યું હતું ? કેટલી સ્પીડમાં ગાડી હતી ? અને કઈ રીતે અકસ્માત બન્યો ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે આવી દુર્ઘટના જો દિવસ દરમિયાન બની હોય તો એકથી વધુ લોકોના મોત થાય તેવી શક્યતા છે કારણ કે મોરબીનો શનાળા રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે અને દિવસ દરમિયાન ત્યાં ટ્રાફિક રહેતો હોય છે પરંતુ રાત્રી દરમિયાન દુર્ઘટના બની હોવાથી હાલમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે થઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.






Latest News