મોરબીમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કારના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર
SHARE
મોરબીમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કારના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર
મોરબીમાં બેઠા પુલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ ઉભી હતી અને ત્યારે નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને પસાર થયેલા શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બુલેટ ચાલાકે ટ્રાફિક પોલીસને હડફેટે લીધા હતા જેથી કરીને ફરજમાં રૂકાવટની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો તેની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે.
મોરબીમાં પાડાપુલ નીચે બેઠા પુલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ ચેકિંગની કામગીરી કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને આરોપી જુબેરભાઈ સરતાઝભાઈ શેખ પસાર થઈ રહ્યો હતો જેને રોકવા જતાં તેને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લાભુભાઈ બાલાસરાને હડફેટે લીધા હતા અને પોતાનું બુલેટ ઊભું ન રાખીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી અને પોલીસ કર્મી લાભુભાઈને ઇજા કરી હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝનમાં મહેન્દ્રભાઈ ગઢવીએ જુબેરભાઈ સરતાઝભાઈ શેખ સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કર્યો હતો અને ત્યાર બાદ આ આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા આરોપીના 25000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મનીષભાઈ ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયેલા હતા