મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા


SHARE













 ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સુવ્યવસ્થા, અને જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુસર તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે, કે પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે તકલીફ ઊભી થતી હોય તો મોરબી મહાનગરપાલિકાના અધિકૃત મોબાઇલ એપ્લિકેશનમાં અને વેબ સાઇટ પર ફરિયાદ નોંધાવવી, આ સાથે જ જાહેર જનતાની સુખાકારી માટે લોકોની સમસ્યાનું ઝડપી અને તાત્કાલિક નિવારણ થાય તે માટે દરેક કલસ્ટર મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિભાગીય અધ્યક્ષના નંબર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની એપ્લિકેશન દ્વારા નોંધાવેલી ફરિયાદો સંબંધિત વિભાગ સુધી તાત્કાલિક પહોંચે છે, અને તેનો સમયસર તેમજ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા ફરિયાદોના નિરાકરણ માટે સુવ્યવસ્થિત પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે, જેથી નાગરિકોને ઝડપી અને અસરકારક સેવા મળી રહે અને મોરબી મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં ગુણવત્તાસભર વધારો કરવા કટિબદ્ધ છે. શહેરની વ્યવસ્થા અખંડિત રહે અને દરેક નાગરિકને સમયસર સેવા પ્રાપ્ત થાય તે માટે તમામ નાગરિકોને સહકાર આપવા દરેક શાખા અધ્યક્ષ અનુરોધ કરે છે.

મોરબી શહેરના નાગરિકો મહાનગરપાલિકાની કચેરી ખાતે રૂબરૂ અને દરેક ક્લસ્ટર મુજબ પોતાના વિસ્તારના ક્લસ્ટર વર્ક આસિસ્ટન્ટ તથા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓનો સીધો સંપર્ક કરીને પણ પોતાની સમસ્યાની જાણ કરી શકે છે.સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓનો ઓફિસના સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે.જેમાં ક્લસ્ટર નં.૧ અને ૧૦ માટે સમીર સુમરા (૯૧૫૭૧ ૧૭૦૬) ક્લસ્ટર નં. ૨ અને ૧૧ માટે જાબીરહુશેન મનસુરી (૯૦૯૯૭ ૩૦૬૬૫) ક્લસ્ટર નં. ૩ : રાજલ ગોહેલ (૭૪૩૫૮ ૫૨૫૦૫) ક્લસ્ટર નં. ૪ અને ૫ માટે પાર્થ રાઠોડ (૯૩૧૩૦ ૫૫૨૭૭) ક્લસ્ટર નં. ૭ અને ૮ માટે જયદિપ રાંકજા (૭૫૬૭૪ ૦૧૪૨૫) ક્લસ્ટર નં. ૬ અને ૯ માટે ખુશ રાજ્યગુરૂ (૯૩૨૭૨ ૯૫૦૯૬) નો સંપર્ક કરવા મોરબીના રહીશોને જાણ કરવામાં આવે છે.અને મોરબી મહાનગરપાલિકાની અત્યંત આવસ્યક અને મહત્વની સેવાઓ માટે જુદા જુદા વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવાનો રહેશે જેમાં ઇલેક્ટ્રિક વિભાગ માટે નૈનેશ મહેતા (૯૩૨૮૮ ૮૮૨૩૮) રોડ અને બ્રિજ કર્યો માટે નીરવ પટેલ (૮૧૬૦૯ ૨૮૮૪૧), પાણી પુરવઠાને લગતી સમસ્યા માટે સાગર રૂપાલા (૯૫૮૬૩ ૩૮૩૮૯), ભૂગર્ભ ગટર અને બગીચા માટે આશીષ રાઠોડ (૮૮૬૬૩ ૨૨૫૨૩) અને જર્જરીત બિલ્ડીંગ આસપાસના વિસ્તારમાં હોય તો પ્રતિક કૈલા (૮૮૬૬૩ ૩૬૨૭૩) નો ઓફિસ કામગીરી દરમિયાન સંપર્ક કરવાનો રહેશે, જેની મોરબીના નગરજનોને જાણ કરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકામાં પ્રાપ્ત થતી તમામ ફરિયાદોનું પારદર્શક, સમયસર અને અસરકારક રીતે નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ અને કાર્યરત છે.








Latest News