વાંકાનેર-હળવદ તાલુકામાં દારૂની જુદીજુદી બે રેડ: 1,100 લિટર દેશી દારૂ સાથે બે પકડાયા, ચારની શોધખોળ
મોરબીના એસપી રોડ ઉપર હિન્દુ જોડો અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
SHARE
મોરબીના એસપી રોડ ઉપર હિન્દુ જોડો અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
મોરબી એસપી રોડ ખાતે હિન્દુ જોડો અભિયાન અંતર્ગત એકતા એજ લક્ષ્ય સંગઠનની પ્રથમ મીટીંગનું આયોજન થયું હતું જેમાં મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી હિન્દુ સમાજ ઉપસ્થિત રહી આગળના સમયમાં કઈ રીતે સંપૂર્ણ મોરબીને એકતાના તાંતણે બાંધવું અને દરેક હિન્દુને હિન્દુથી કઈ રીતે જોડવા એવા અનેક વિષયો પર ગહન ચર્ચા થઈ હતી.
એકતા એજ લક્ષ્ય હિન્દુ સમાજ માટે કાર્ય કરતું સંગઠન છે જે ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લામાં સક્રિય છે ત્યારે મોરબીમાં પણ હિન્દુ સામાજિક રીતે ધાર્મિક રીતે આર્થિક રીતે એકતાથી બંધાય અને હિન્દુ સમાજ સશક્ત મજબૂત બને તથા હિન્દુ સમાજ ઉપર લવજીયાત અથવા કોઈ પણ ધાર્મિક ઉત્પિડન થાય છે એને કઈ રીતે રોકી શકાય એવા વિષયોને લઈને વિશેષ ચર્ચાઓ થઈ હતી. હિન્દુ સમાજને પ્રશાસનિક અને રાજકીય મદદ પણ કઈ રીતે મળે એ બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તથા હિન્દુ સમાજમાં ક્યારેક જ્ઞાતિ વિગ્રહના થાય અને એક બની સમરસ બની કાર્ય થાય એ માટે અનેક સમિતિની રચના કરવામાં આવી હતી અને એકતા એ જ લક્ષ સંગઠન જે અઢારે વર્ણનું સંગઠન છે આ સંગઠન હવે મોરબીમાં સંપૂર્ણપણે સક્રિય થઈ મોરબીને સંપૂર્ણ ભાગવા માય બનાવવા કાર્ય કરશે. આ બેઠકનું નેતૃત્વ સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ અને સંગઠનના મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું જેમાં 150 થી વધુ હિન્દુ ભાઈઓ જોડાયા હતા