મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

જુના અમરાપર શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE













જુના અમરાપર શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો આપતી રંગોળી જેવી કે પાણી બચાવો, વૃક્ષો બચાવો, ગો ગ્રીન, સેવ અર્થ, હેપી દિવાલી, હેપ્પી ન્યુયર, મોર વગેરે જેવી ગોળ અને ચોરસ આકારમાં વિવિધ રંગોળી ડિઝાઇન દોરી અને તેમાં રેતીયા કલર દ્વારા સરસ મજાના મેઘધનુષી રંગો પુરીને ચિત્રો જીવંત બનાવી દીધા હતા. આબે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા, ચિત્ર દોરતા અને રંગો પૂરતા શીખે તે હેતુથી આ રંગોળી સ્પર્ધા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રંગોળી અંગેનું માર્ગદર્શન જિજ્ઞાસાબેન દ્વારા આપવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય દ્વારા શ્રેષ્ઠ રંગોળીને પ્રોત્સાહક ઇનામ આપી વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન કર્યું હતું.






Latest News