મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન


SHARE

















 મોરબી રોટરી ક્લબ દ્વારા દિવાળી નિમિત્તે ઓપન મોરબી રંગોળી હરીફાઇનું આયોજન

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે મોરબી રોટરી ક્લબ દ્વારા રંગારંગ મહોત્સવને ઉજવવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ છે

રોટલી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી પાલિકાને સાથે રાખીને રંગારંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવાળીમાં રંગોનું મહત્વ હોય છે જેથી કરીને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવેલ છે અને આગામી 29 તારીખને મંગળવારે બપોરના અઢી વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મોરબીના મયુર પુલ ઉપર આવેલ ફૂટપાથ ઉપર આ રંગોળી સ્પર્ધા યોજવાની છે અને આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવેલ છે અને સાત વાગ્યા બાદ રંગોળી લોકો નિહાળી શકાશે અને રંગોળીમાં ભાઈઓ બહેનો બાળકો વગેરે ભાગ લઈ શકશે.

આ સ્પર્ધા બે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવેલ છે જેમાં એક કેટેગરીમાં પાંચથી 15 વર્ષ અને બીજી કેટેગરીમાં 15 વર્ષથી મોટા લોકો ભાગ લઈ શકશે અને બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય સ્પર્ધકોને નંબર આપવામાં આવશે. અને રંગોળી માટેની જરૂરી વસ્તુઓ સ્પર્ધાકે જાતે લાવવાની રહેશે અને ચાર બાય ચાર ફૂટની જ રંગોળી બનાવવાની રહેશે. આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેના માટે રષેશભાઈ મહેતા (9898071475) અથવા બંસીબેન શેઠ (9376652360) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડન્ટ કિશોરસિંહ જાડેજા, પ્રોજેક્ટ ચેરમેન રષેશભાઈ મહેતા અને સેક્રેટરી ભરતભાઈ ભદ્રકિયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News