મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

સોશિયલ મીડિયાની આડઅસર : ધોરાજીથી પરિણીતા મોરબી આવી ગઈ પોલીસે સમજાવટ કરી પરત મોકલી


SHARE

















સોશિયલ મીડિયાની આડઅસર : ધોરાજીથી પરિણીતા મોરબી આવી ગઈ પોલીસે સમજાવટ કરી પરત મોકલી

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે રીતે બાળકો અને યુવાધન ઓળઘોળ બન્યા છે તે રીતે જ ઉંમર વટાવી ચૂકેલા લોકો પણ આની ઝપેટમાં આવી જતા હોય તેવું ઘણીવાર જોવા મળે છે.આવો જ એક બનાવ સામે આવ્યો છે.જેમાં ધોરાજીના જેતપુર રોડ ઉપર રહેતા બાવાજી પરણિત સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મૂળ ચોટીલાના પાંચવડા ગામના યુવકના સંપર્કમાં આવ્યા હતા.

જેથી તે પરણિતા ધોરાજીથી તેમનું ઘર છોડીને મોરબી આવીને અહીં માંડલ ગામે તે યુવાનની સાથે રહેવા લાગ્યા હતા જે બાબતે ત્યાં ધોરાજી ખાતે પોલીસમાં પરણિતા ગુમની જાણ કરવામાં આવેલી હોય ગુમનોંધ દાખલ થઈ હતી.જેથી જાણ થતા ધોરાજી પોલીસ સ્ટેશનના એમ.આર.કાનગડ તપાસ કરવા મોરબી આવ્યા હતા અને અહીં મોરબી સ્થાની પોલીસને સાથે રાખીને માંડલ ખાતેથી તે પરણીતાને શોધવામાં આવી હતી અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને તેના પતિને સોંપવામાં આવી હતી.નોંધનીય છે કે સોશિયલ મીડિયાના લીધે આજે ઘણા પરિવારોના માળા વિખાઇ જતા હોય છે.ત્યારે પોલીસે કુનેહ વાપરીને તે પરણીતાને તેના પતિ સુધી પહોંચાડી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા મોનાબેન મનહરભાઈ ગઢવી (ઉંમર ૩૦) નામની યુવતીને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલએ સારવાર માટે ખસેડવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસે જણાવેલ છે અને બનાવની આગળની તપાસ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે આરટીઓ કચેરી નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇન્દુભાઇ લંભાભાઇ ભીલ (ઉમર ૩૨) રહે.લાલપર યુનિ ટાઇલ્સ ગોડાઉન પાસે ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી સોમનાથ પેપરમીલમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો આદિત્ય નામનો છ વર્ષનો બાળક લેબર કવાટર નજીક ઊંચાઈએથી નીચે પડી જતા સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે મોરબીના વાવડી ગામે દશામાતાજીના મંદિર પાસે બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં જય ભરતભાઈ જસાપરા (૨૧) રહે.શિવ શક્તિ સોસાયટી રવાપર રોડને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર બોલેરો તથા રીક્ષા વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીના કુંતાસી ગામના રાહુલ મનસુખભાઈ બાબરીયા નામના ૧૮ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબી ના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માત બનાવમાં રાજકુમાર બટુકમિસ્ત્રી યાદવ રહે.સોઓરડી નામના ૨૯ વર્ષના યુવાનને ઇજા થવાથી સારવાર માટે ખસેડાયો હતો.

 




Latest News