મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં દુકાન પચાવી પડનારા ભાડુઆત સામે ધારાસભ્યના ભત્રીજાએ કરી લેન્ડ ગ્રેબિંગ


SHARE













મોરબીની ઉમા ટાઉનશીપમાં દુકાન પચાવી પડનારા ભાડુઆત સામે ધારાસભ્યના ભત્રીજાએ કરી લેન્ડ ગ્રેબિંગ

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હોય હાલમાં મોરબીના ધારાસભ્યના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર રોડે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભત્રીજા કૌશીકભાઈ શાંતિલાલ અમૃતિયા (33)એ ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા રહે. મોરબી વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ડી શોપિંગ સેન્ટરની દુકાન નં. ડી- 14 આરોપીએ ભાડે રાખેલ હતી જેનું માર્ચ 2023 સુધી ભાડું આપેલ હતું ત્યારબાદ કોઈ ભાડું આપેલ નથી અને દુકાન નં. ડી- 14 ખાલી નહીં કરીને દુકાનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે અને દુકાન પચાવી પાડી તેનો વપરાશ ચાલુ રાખેલ છે જેથી હાલમાં કૌશિકભાઇ અમૃતિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.

બીયરના ત્રણ ટીન

માળીયા મીયાણામાં જૂની એસબીઆઇ બેન્ક પાસે રહેતા શખ્સનાં ઘરના ફળિયામાં દારૂ બીયર હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને જ્યારે રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ફારૂક હબીબ જામ રહે. જૂની એસબીઆઇ બેન્ક પાસે માળિયા મીયાણા વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે






Latest News