માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે પથરણા વાળા પાસેથી દિવડાની ખરીદી કરી સામાન્ય વર્ગની દિવાળી દીપાવી

દિવાળી એટલે રોશનીનો તહેવાર કહેવામા આવે છે ત્યારે નાના લોકોની દિવાળી પણ દીપી ઊઠે તેવી ભાવના સાથે મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદી કરવાના બદલે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ રાખીને વેચાણ કરતાં સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી માલની ખરીદી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી અને નાના માણસોની દિવાળીને દીપાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમમાંથી ખરીદી કરવાને બદલે પાથરાણાવાળા પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું. આ બાબતે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો પાસેથી પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. આ દિવાળીએ દરેક લોકો નાના વર્ગના ધંધાર્થીઓ પાસેથી દિવાળીના દિવડા સહિતની જરૂરી શોપિંગ કરે તેવો પણ અનુરોધ કરેલ છે.




Latest News