માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના  સિલ્વર જયુબિલી વર્ષ નિમિતે રેલી યોજાઇ 


SHARE





મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના  સિલ્વર જયુબિલી વર્ષ નિમિતે રેલી યોજા 

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે  ઉજવાઇ રહી છે જેના ભાગ રૂપે આજે મોરબી નગરના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન થયું. નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા. કાલે એટલે તા. 27-10-24ના  રોજ  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની જન-જાગૃતિ અને આમંત્રણએ આ રેલીનો હેતુ હતો. શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા.  આ રેલીમાં શાળાની સ્કૂલ બસ તથા અન્ય સ્ટાફ મિત્રોની ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ હતી છતાં પણ કોઈ ટ્રાફિક જામ સર્જાયેલ ન હોય તે બદલ  આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયામોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપેલ હતા.




Latest News