મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા આવેદન આપયુ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-બેલા વચ્ચે માટી ભરેલ ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં અકસ્માત


SHARE







































મોરબીના પીપળી-બેલા વચ્ચે માટી ભરેલ ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં અકસ્માત

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ચોકડી સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ અવારનવાર રસ્તા ઉપર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં ખાસ કરીને રોડ ઉપરથી વાહન નીચે ઉતરી જવાની ઘટનાઓ અગાઉ અનેક વખત બની છે તેઓમાં આજે વહેલી સવારે મોરબીના પીપળી ગામ થી બેલા ગામ વચ્ચે આવેલ મારુતિ સોસાયટી સામેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ટ્રકની પાછળનો ભાગ રોડ સાઈડમાં નીચે ઉતરી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અડધો રસ્તો બંધ થઈ ગયો હતો જો કે, સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રક ટ્રેલરમાં માટી ભરેલી હતી અને તે માટી ભરેલો ટ્રક આ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર ટ્રકનો પાછળનો ભાગ રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. પરંતુ દિવસ દરમિયાન જો આ ઘટના બની હોત તો ચોક્કસ જીવલેણ અકસ્માત સર્જાયો હોતો તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેની સાથોસાથ ટ્રાફિકનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય તેવી પરિસ્થિતીનું નિર્માણ આ રોડ ઉપર થાય તેવી શક્યતા હતી ત્યારે આ રોડ ઉપર અવારનવાર થતાં અકસ્માતાને રોકવા માટે થઈને તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.














Latest News