મોરબીમાં બે ઘરમાંથી દારૂની 35 બોટલ-181 બીયરના ટીન ઝડપાયા: બે શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાં બે ઘરમાંથી દારૂની 35 બોટલ-181 બીયરના ટીન ઝડપાયા: બે શખ્સની ધરપકડ
મોરબીના વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં રહેતા શખ્સની ઘરે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 168 ટીન મળી આવ્યા હતા તેવી જ રીતે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 35 બોટલો તથા 15 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં રહેતા સુનિલ સોલંકીના ઘરમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બીયરની 168 ટિન મળી આવતા 21 હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને આરોપી સુનિલ સવજીભાઈ સોલંકી રહે. બિલાલી મસ્જિદ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આવી જ રીતે મોરબીના ભડીયાદ રોડ પર આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં શંકરના મંદિરની બાજુમાં રહેતા પ્રવીણ પરમારના રહેના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 35 બોટલો તથા 15 બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 4955 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણ સવજીભાઈ પરમાર (30) રહે માળિયા વનાળીયા સોસાયટી શંકરના મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો
જાહેરનામાનો ભંગ
મોરબીના વજેપર શેરી નં-14 માં ઓરડી બહારના રાજ્યના શ્રમિકોને ભાડે આપવામાં આવી હતી જેની પોલીસને જાણ કરવામાં આવી ન હોવાના કારણે બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (49) રહે. વજેપર શેરી નં-14 વાળા સામે ગુનો નોંધાયો છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર બાઇ માતાજીના મંદિર પાસે ઓરડી શ્રમિકોને ભાડે આપી હતી જેની માહિતી પોલીસને આપેલ ન હોવાથી રોહિતભાઈ ભગવાનદાસ નિશાદ (23) રહે. ચાર બાઈ માતાજીના મંદિરની બાજુમાં વીસીપરા મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે