મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા નજીક જીવલેણ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકની ધરપકડ


SHARE













મોરબીના આંદરણા નજીક જીવલેણ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકની ધરપકડ

મોરબીના આંદરણા પાસે ચાર સવારી બાઇકને સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લેતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જે જીવલેણ અકસ્માતના બનાવમાં પોલીસે આરોપી રિક્ષા ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢૈયા (30)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 3661 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા તેના ભાઈ સાગરભાઇ તેમજ પ્રવીણભાઈ અને અનિલભાઈ ચારેય વ્યક્તિઓ પ્રવીણભાઈના બાઇક નંબર જીજે 36 એબી 3688 ઉપર રણછોડગઢ ગામથી નીચી માંડલ ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈ બાઇક ચલાવતા હતા. દરમિયાન આંદરણા ગામની સીમમાં આવેલ લવારિયા તરીકે ઓળખાતી વાડી અને કેશવજીભાઈ મારવાણીયાની વાડી પાસે રોડ ઉપરથી તેઓનું બાઈક પસાર થતું હતું અને સીએનજી રીક્ષાના ચાલકે ફરિયાદીના બાઇકને સામેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તેમજ સાગરભાઇઅનિલભાઈ અને પ્રવીણભાઈ ચારેય રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ફરિયાદી અને પ્રવીણભાઈ તથા અનિલભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે સાગરભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પીએસઆઇ એન.બી. ડાંગર અને તેની ટીમે આરોપી નિલેષ મૈયાભાઈ રાતડીયા (25) રહે. વાંકડા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News