લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં પ્રેમ પ્રકરણમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાનને પ્રેમ સંબંધ હતો તેનો ખાર રાખીને યુવતીના બે કાકા સહિતના 11 જેટલા શખ્સો દ્વારા યુવાનને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને તેનું અપહરણ કરીને બેલા ગામ તરફ લઈ ગયા હતા અને ત્યાં બાવળની કાટમાં ધોકા વડે માર માર્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ ગુનામાં પહેલા પોલીસે 11 શખ્સોને પકડ્યા હતા હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ માનેવાડિયા (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે ઉગો આદગામા સહિતના શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેઇન્દિરાનગરમાં તેનો ભાઈ મૃતક વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા (20) હાજર હતો ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અને હકા અદગામા સહિતના ત્યાં આવ્યા હતા અને આ બંને શખ્સની ભત્રીજી સાથે ફરિયાદીના ભાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીને માર માર્યો હતો ત્યાર બાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો જેથી વિજય ઉર્ફે રવિનું મોત નીપજયું હતું આ ગુનામાં પહેલા પોલીસે 11 આરોપીઓને પકડ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આ ગુનામાં પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી અહેમદ આલમશા શૈયાદ (27) રહે. વીસીપરા કુલીનગર શેરી નંબર-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News