મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ


SHARE







































મોરબીમાં ધારાસભ્યના ભત્રીજાની દુકાન પચાવી પડનારા ભાડુઆતની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધરપકડ

મોરબીની ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હતી જેથી કરીને મોરબીના ધારાસભ્યના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને તેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ભત્રીજા કૌશીકભાઈ શાંતિલાલ અમૃતિયા (33)એ ગઇકાલે ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા રહે. મોરબી વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું છે કે, મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ડી શોપિંગ સેન્ટરની દુકાન નં. ડી- 14 આરોપીએ ભાડે રાખેલ હતી જેનું માર્ચ 2023 સુધી ભાડું આપેલ હતું ત્યારબાદ કોઈ ભાડું આપેલ નથી અને દુકાન નં. ડી- 14 ખાલી નહીં કરીને દુકાનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે અને દુકાન પચાવી પાડી તેનો વપરાશ ચાલુ રાખેલ છે જેથી હાલમાં કૌશિકભાઇ અમૃતિયાની ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપી ભુપેન્દ્રભાઈ સવજીભાઈ જેતપરિયા (64) રહે. ઉમા ટાઉનશિપ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
















Latest News