લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ


SHARE





મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. અને પ્રભાત તેમજ ધોરણ ૧ થી ૧૦ના વાલીઓએ બંને પ્રતિયોગીતામાં ભાગ લીધેલ હતો. આ તકે વિશેષ અતિથિ શીતલબેન પ્રશાંતભાઈ સીતાપરા જે વિદ્યાલયના સક્રિય વાલી છે તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંચસ્થ કાર્યકર્તા નિર્ણાયક ટીમ અને કાર્યકર્તાઓનો પરિચય થયો જેમાં નિર્ણાયક ટીમમાં વીરજીભાઈ ગોરીયા, ભાવેશભાઈ જેતપરિયા, વિદ્યાલયના આચાર્ય મેહુલભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યાર બાદ નિર્ણાયકો, અતિથિ વિશેષ અને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને  પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.




Latest News