મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા, મણીમંદિર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ ના નાગરિકો માટે, કોમ્યુનિટી હૉલ, કાયજી પ્લોટ ખાતે વોર્ડ નંબર ૮ થી ૧૩ ના નાગરિકો માટે તેમજ મોરબી તાલુકાના કલસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય રસીકરણ, રાશન કાર્ડમાં સુધારા, ઈ- કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭- ૧૨ અને ૮- અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, રોજગાર ભરતી, પોસ્ટ વિભાગની અરજીઓ, જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, મોરબી ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News