મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી


SHARE











મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી

કેન્દ્ર સરકારની મનરેગા યોજના છેવાડાના વિસ્તારના લોકો સુધી પહોંચી રહી છે. ત્યારે લોકોને જે કોઈ ફરિયાદ હોઈ તો તેના માટે રાજય સરકારના નિર્દેશાનુસાર મોરબી જિલ્લામાં લોકપાલની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ ગત તા. 4/10/24 થી પદભાર સંભાળી લીધો છે. જેનું કાર્યક્ષેત્ર મનરેગા કામ બાબત તેમજ મુખ્યત્વે શ્રમિકોની ફરિયાદો સાંભળવી મળેલ ફરિયાદો અન્વયે એવોર્ડ પાસ કરવો તથા સ્થળ મુલાકાત કરીને મનરેગા યોજના અંગે શ્રમિકોને માહિતી આપવાનું રહે છે.

તેમજ જો કોઈ ફરિયાદ હોય તો રૂબરૂમાં તેઓ સ્વીકારે છે. શ્રમિકો કે લોકો તેઓની ફરિયાદ કોઈપણ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં રૂબરૂ અથવા ટપાલથી પણ મોકલી શકે છે. જો લોકપાલ તેમની કચેરીએ ના હાજર હોય તો ઓફિસ સમય દરમ્યાન, ફરિયાદ પેટી તેમની કચેરીના દરવાજા પાસે લગાવેલ છે. તેથી લોકો તેનો ઉપયોગ કરી શકે છે. મોરબીમાં લોકપાલને ફરિયાદ મોકલવાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ અત્રે જણાવ્યા મુજબ છે. જે અનુસાર લોકપાલ કચેરી, રૂમ નંબર ૧૪૮, જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે શ્રી કેશવજી દેવશીભાઈ અઘારા લોકપાલ તરીકે હાલમાં તેમની ફરજ બજાવી રહ્યા છે. તેમનું ઈમેઈલ આઈ- ડી  mbudspersonmorbi@gmail.com છે અને તેમનો મોબાઈલ નંબર 9512001610 કચેરી અને 9426334428 અંગત નંબર કાર્યરત છે. તેમ નાયબ જિલ્લા પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર, મનરેગા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News