મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદારો જોગ


SHARE











મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદારો જોગ

મોરબી વિધાનસભા બેઠકમાં મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવા કે કમી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે જેથી કરીને મતદાર યાદીમાં કોઈના સુધારા કરવા શકે છે. અને જેની ઉમર તા.૧/૧/૨૦૨૫ સુઘીમાં ૧૮ વર્ષ થવાની છે તેઓ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકે છે.

મોરબીમાં મતદારયાદી સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ તા. ૨૯/૧૦ થી ૨૮/૧૧ સુઘી હકક દાવા અને વાંઘા રજુ કરી શકાશે અને ખાસ ઝુંબેશના દિવસો તા. ૧૭/૧૧ (રવિવાર), તા.૨૩/૧૧ (શનિવાર), તથા તા. ૨૪/૧૧ (રવિવાર)ના દિવસે મતદારના મતદાન મથકે બી.એલ.ઓ. મળી શકશે. જેમને ફોર્મ નં.૬ (મતદારયાદીમાં નામ દાખલ કરવા), ફોર્મ નં.૭(મતદારયાદીમાંથી નામ કમી કરવા), અને ફોર્મ નં. ૮(મતદારયાદીમાં રહેલ વિગતો સુઘારા માટે) ફોર્મ ભરીને જે ફેરફાર કરવાના હોયું તે કરવી શકશે. અત્રે ઉલેખનીય છે કે, જેમના ૧૮ વર્ષ તા.૧/૧/૨૦૨૫ સુઘીમાં થાય છે તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંઘાવી શકે છે. અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે :- voters.eci.gov.in વેબસાઇટ અને Voter Helpline App - Election Commission of India મારફત ફોર્મ ભરી શકાય છે. તેવી મોરબી ૬૫-મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદાર નોંઘણી અઘિકારી અને પ્રાંત અઘિકારી સુશીલ પરમારે જણાવ્યુ છે.






Latest News