મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક પ્રકાશિત કરાયો


SHARE









મોરબી: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક પ્રકાશિત કરાયો

દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ, લોકનૃત્યો, પર્વો, મેળાઓ, મંદિરો, શિલ્પો, ગુજરાતની અસ્મિતા, વેશભૂષા, પહેરવેશોની આકર્ષક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના નાગરિકો આ અંક મેળવવા માટે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સ્થિત રાજેશ બૂક સ્ટોર અને મયુર એજન્સી રાજકોટ ખાતે સંપર્ક સાધી શકશે.




Latest News