મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા, ચાંચાપર, રાજપર(કું.), સજનપર, જામદુધઇ, પીઠડ ગામે ગૌ સેવાના લાભાર્થે નાટકના આયોજન


SHARE













મોરબીના થોરાળા, ચાંચાપર, રાજપર(કું.), સજનપર, જામદુધઇ, પીઠડ ગામે ગૌ સેવાના લાભાર્થે નાટકના આયોજન

મોરબીના રાજપર(કું.) ગામે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી ટોબરીયા હનુમાનજી ગૌશાળાના લાભાર્થે ગામના રામજી મંદિરના ચોકમાં તા.૩ ને રવિવારના રોજ રાતના ૧૦ વાગ્યે "સોમનાથ ની સખાતે" (વીર હમીરજી ગોહિલ) નાટક રજુ થશે.તેની સાથે 'શાણી કન્યા, અબુધ વર' નામનું કોમિક નાટક પણ રજુ થશે.જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ અને રાજપર ગામ સમસ્તની યાદીમાં જણાવેલ છે.

ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજના રોજ નાટકનુ આયોજન કરવામાં આવેલ છે.ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૩ ને રવિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ગૌ શાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક "મચ્છું તારા વહેતા પાણી" (ઢેલડી નગરનો ઇતિહાસ) સાથે હાસ્ય રસિક કોમીક તો ખરું જ આ કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જાહેર જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ સજનપર તથા સમસ્ત સજનપર ગામ વતી ભાવભર્યું આમન્ત્રણ છે.

તેમજ મોરબી તાલુકાના ચાંચાપર ગામે બાપા સીતારામ મઢુલી પાસે આગામી તા.૨ ને શનિવારે રાત્રિના ૧૦ કલાકે નાટકનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં શ્રી યુવા શક્તિ નાટક મંડળ ચાંચાપર દ્વારા મહાન ઐતિહાસિક નાટક "સોન કંસારી" એટલે કે ઘુમલીનું પતન તથા સાથે હાસ્ય નાટક 'આત્મારામ ઘડિયાલી' રજૂ કરાશે.જેનો લાભ લેવા માટે સર્વ મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

થોરાળા ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે આગામી તા.૩ ને રવિવારના રોજ ભાઈબીજના દિવસે મહાન એતિહાસિક નાટક ભજવાશે.રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ થોરાળા દ્વારા તા.૩ ને રવિવારે મહાન એતિહાસિક નાટક "જરાસંઘ વધ" રજુ કરાશે ઉપરાંત રમુજથી ભરપુર કોમિક "દિ ઉઠાડ્યો દામલે" યોજાવશે.નાટક રાત્રે ૧૦:૩૦ કલાકે શ્રી રામ ચોક થોરાળા ખાતે રજુ કરવામાં આવશે.જેનો લાભ લેવા શ્રી રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ અને થોરાળા ગામ સમસ્તની યાદીમાં જણાવાયેલ છે.

જામદુધઇ ગામે તા.૨ ને શનિવારે "કંશ વધ" નામનું ઐતિહાસિક નાટક રજૂ કરાશે.તહેવારોમાં મોરબી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌસેવાના લાભાર્થે નાટક તેમજ ભજન કાર્યક્રમ યોજવાની પરંપરા છે ત્યારે જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે ગામ સમસ્ત દ્વારા આગામી તા.૨ નવેમ્બરને શનિવારે રાત્રે ૯ કલાકે ધાર્મિક તેમજ ઐતિહાસિક નાટક કંસ વધ યોજાનાર છે.સાથે જ રાત્રે જાણીતા ભજનિક નિલેશ ગોહિલ અને હસુભાઈ કુબાવત ભજનની રમઝટ બોલાવનાર હોય નાટક તેમજ ભજનના કાર્યક્રમનો લાભ લેવા જામ દુધઈ ગામ સમસ્ત દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવા આવ્યું છે.

જ્યારે મોરબી નજીકના પીઠડ(જોડીયા) ગામે પણ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી તા.૩-૧૧ ના રોજ રાત્રિના ૯ વાગ્યે પીઠડ ગામે આવેલ પીપળા ચોક ખાતે આઈ શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળના સભ્યો દ્વારા "વીર એભલવાળો" (સતી સાંય નેહડી) નામનું નાટક ભજવવામાં આવશે.જેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે આઈ શ્રી પીઠડાઇ ગૌ-સેવા રામામંડળ તથા સમસ્ત પીઠડ ગામ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News