મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર ઝવેરીએ જિલ્લાવાસીઓને દિપાવલીના પર્વ નિમિતે આપી શુભેચ્છાઓ


SHARE













મોરબીના કલેક્ટર ઝવેરીએ જિલ્લાવાસીઓને દિપાવલીના પર્વ નિમિતે આપી શુભેચ્છાઓ

પ્રકાશના પર્વ તરીકે ઉજવાતા દિપાવલીના તહેવારની મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે, દર વર્ષે અનેક તહેવારો આપણા દેશવાસીઓ સૌ સાથે મળીને હર્ષ અને ઉમંગભેર ઉજવે છે. દિવાળીના તહેવારને ઉજાસનો તહેવાર કહેવામાં આવે છે. મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ મોરબી વાસીઓને દીપાવલીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આવતીકાલે વિક્રમ સંવત ૨૦૮૦ પૂર્ણ થશે અને વિક્રમ સવંત ૨૦૮૧ નો પ્રારંભ થશે, ત્યારે જિલ્લાના કલેકટર તરીકે સમગ્ર મોરબી જિલ્લા અને મોરબી શહેરના નગરજનોને આ નૂતન વર્ષની સહૃદય શુભેચ્છાઓ પાઠવું છું. કલેકટરએ સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌનું આવનારું નવું વર્ષ ખૂબ સારું, પ્રગતિમય અને સુખાકારી તેમજ શાંતિવાળું નીવડે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું. સૌ આપણી સંસ્કૃતિ મુજબ પરિવાર સાથે પરંપરાગત રીતે દિવાળીની પર્વની ઉજવણી કરે તો મને વધુ આનંદ થશે.

ભૂતકાળમાં આપણે જેમ દિવાળીના પર્વ પર આપણા વડીલોને મળતા હતા તેમના આશીર્વાદ લેતા અને વેપારીઓ ચોપડા પૂજન લક્ષ્મી પૂજન કરતા હતા. ઉપરાંત આપણા આરાધ્ય દેવની પૂજા કરતા તેમ આપણે સૌ પણ પૂજા અર્ચના કરી વડીલોના આશીર્વાદ મેળવીને દિવાળી મનાવીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવતા વર્ષથી મોરબીમાં જે-જે નાગરિકો મોટરસાઈકલ ચલાવે છે તેઓ ફરજિયાત હેલ્મેટ પહેરે તો લોકોની સુરક્ષા વધે અને અકસ્માત નિવારી શકાશે જેથી મને વધુ આનંદ થશે. પ્રજાજનો જો નીતિ નિયમોનું યોગ્ય પાલન કરશે તો વહીવટી તંત્ર પણ લોકોને તમામ સેવાઓ ખૂબ સારી રીતે પૂરી પાડશે. અંતમાં કલેકટરએ ફરી સૌને આ પ્રકાશના મહાપર્વની હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News