મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ સાઇડમાં ઉભેલા યુવાનને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસામાત, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીમાં ત્રાજપર ખારી નજીક આવેલ રામકુવા પાસે રોડ સાઇડમાં ઉભેલા યુવાનને સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને જમણા પગમાં ફેકચર જેવી ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રાજપર ખારીમાં આવેલ રામજી મંદિરની બાજુમાં રહેતા ભુપતભાઈ દેવજીભાઈ શિપરા (36) નામના યુવાને હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 13 એબી 7691 ના ચાલક સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી થી વાંકાનેર તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ત્રાજપર ખારી પાસે રામકુવાની સામેના ભાગમાં આવેલ સર્વિસ રોડ ઉપર ફરિયાદી રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે સીએનજી રીક્ષાના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો ત્યારે ફરિયાદીને શરીરે તથા જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ
મોરબીના લાતી પ્લોટ શેરી નં-3 ના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 641 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સિકંદર યુનુસ ચાનીયા (28) રહે કબીર ટેકરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News