મોરબી નજીક રોડ સાઇડમાં ઉભેલા યુવાનને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસામાત, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીમાં મુરઘીની ખરીદી કરવા ગયેલા બે યુવાન ઉપર ધારીયા-છરી વડે હુમલો, રીક્ષામાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠમાં મુરઘીની ખરીદી કરવા માટે તેને બે યુવાનને મચ્છીપીઠમાં આવવાની ના પાડીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ધારીયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનની રિક્ષામાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હાલમાં એકની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા વસીમભાઈ યુનુસભાઈ જેડા (28) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર કાસમભાઈ સંધવાણી, અસલમ કાસમભાઈ સંધવાણી અને મુસ્તાક કાસમભાઈ સંધવાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી અને ઈસ્માઈલભાઈ કાણીયા મચ્છી પીઠમાં મુરઘીની ખરીદી કરવા માટે થઈને આવ્યા હતા ત્યારે સમીર સંધવાણીએ તેને જોઈ જતા મચ્છીપીઠમાં આવવાની ના પાડી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ અસલમ સંધવાણીએ લોખંડના ધારીયા વડે અને મુસ્તાક સંધવાણીએ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 6047માં તોડફોડ કરી હતી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં સમીર કાસમભાઇ સંધવાણીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ છે અને અસ્લમ તથા મુસ્તાક ની શોધખોળ ચાલી રહી છે