મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ ગામે અગાઉ કરેલ ફરીયાદમાં સમાધાન કરવા ફોન કરીને યુવાનને ગાળો આપાને મારી નાખવાની ધમકી


SHARE









ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા યુવાન તથા તેના ભત્રીજાઓએ અગાઉ કરેલ ફરિયાદમાં સમાધાન કરી લેવા બાબતે ફોન ઉપર બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા ફરિયાદી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ આલાભાઇ ચાવડા (36)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિલન પોપટભાઈ જાદવ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાના ઘરે હતા ત્યારે અગાઉ ફરિયાદી તેમજ તેના ભત્રીજા રાહુલ અને રોહિત વિરુદ્ધ સામે વાળાનીમાસીની દીકરીએ ફરિયાદ કરેલ હોય જે બાબતે સમાધાન કરવા ફરિયાદી યુવાનના મોબાઈલ ફોન ઉપર ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News