મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં લીધેલ માલ સામાનના રૂપિયા માંગતા આધેડ ઉપર છરી વડે હુમલો: છાતી, પેટ, હાથના બાવળા અને પોંચા ઉપર છરીના ઘા ઝીક્યા


SHARE













મોરબીના ભરતનગર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની કેન્ટિંગમાંથી ઉધારમાં 4200 ની કિંમતની વસ્તુ લઇ ગયેલા શખ્સ પાસેથી ચારેક મહિનાથી પૈસા માગવા છતાં તે પૈસા આપતો ન હતો જેથી કરીને ઉધારમાં માલ લેનાર પાસે પૈસાની માંગણી કરવામાં આવતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે તેને આધેડ ઉપર હુમલો કર્યો હતો ત્યારે આધેડને પેટમાં, છાતીમાં, હાથના બાવળા ઉપર અને હાથના પોંચાના ભાગે છરીથી ઇજાઓ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડના દીકરાએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બરવાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ નજીક નીલકંઠ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 માં રહેતા મયુરભાઈ કાંતિભાઈ શેરસીયા (29) નામના યુવાને હાલમાં આશુતોષ હર્ષદભાઈ વઘાડિયા (23)ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતાની મોરબીના ભરતનગર ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોમાણી મેક્સ સીરામીક કારખાનાની કેન્ટીન છે જ્યાંથી આરોપીએ ચારેક માસથી 4200 ની કિંમતની વસ્તુઓ ઉધારમાં લઇ ગયો હતો અને તેના પૈસા માંગતા હતા પરંતુ અવારનવાર પૈસા માંગવા છતાં આશુતોષ પૈસા આપતો ન હતો અને ફરિયાદીના પિતાએ પૈસા માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીના પિતા ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે તેને છાતી, પેટ, હાથના બાવળા અને પોંચા ઉપર છરીના ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં ફરિયાદીના પિતાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી આશુતોષ હર્ષદભાઈ વઘાડિયા (23) રહે રાધા પાર્ક શેરી નંબર એક વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News