વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બોલાચાલી, ઝઘડો અને માથાકૂટ: હવે સામસામી ફરીયાદ


SHARE











મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બોલાચાલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી ત્યારે બંને પક્ષેથી સામ સામે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે રહેતા સુનિલભાઈ ડુંગરભાઇ ચાવડા (24) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે પાંચાભાઇ ઉર્ફે બાઠીયો લક્ષ્મણભાઈ આદ્રોજા, ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા, દીપક ઉર્ફે પેથીયો લક્ષ્મણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપકભાઈ આદ્રોજા, સુનિલ દીપકભાઈ આદ્રોજા, પ્રવીણ ઉર્ફે કાળભૈરવ ભારતીબેન પ્રવીણભાઇ, હસમુખભાઈ અને હીરાબેન હસમુખભાઈ રહે બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીની લાઈન માટૈ ખાડો ખોદતા હતા ત્યારે તમામ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને પથ્થરના છુટા ઘા કરીને ઇજા કરી હતી ત્યારે દીપક આદ્રોજા એ પાણીની લાઈન ખોદવાની ના પાડી હતી અને ફરિયાદીને જમણા પગ ઉપર પાવડાનો હાથો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ સંજયભાઈ ને માથામાં પથ્થરનો ઘા મારીને પાંચાભાઈએ લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો તથા પ્રેમીલાબેન અને શિલ્પાબેનને આરોપીઓએ વાળ પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જ્ઞાતિ પ્રત્યમનિત અપમાનીત કરીને તમને અહીં રહેવા નથી દેવા તેવું કહીને ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં પાંચાભાઇ લક્ષ્મણભાઈ આદ્રોજા (32)એ હાલમાં સુનિલ ચાવડા, સંજય ચાવડા, પ્રેમીલાબેન ચાવડા અને શિલ્પાબેન ચાવડા રહે બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદોએ પાણીની લાઈન નાખેલ હોય જેથી કરીને ફરિયાદી તથા સાહેદોએ પાણીની લાઈન નાખવા માટે થયેલા ખર્ચમાં ભાગ આપવો અથવા લાઈન ન ખોદવા માટે કહ્યું હતું જે ચારેય આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ત્યારે સુનિલ ચાવડાએ ફરિયાદીને કપાળના ભાગે ઊંધો પાવડો માર્યો હતો માર્યો હતો અને સાહેદ દીપકભાઈ ને માથાના ભાગે ઊંધા પાવડાનો હાથો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બંને મહિલાઓએ આરતીબેન અને ભાનુબેન સાથે જપાજપી કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News