મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીકથી 108 બોટલ દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ, 1.65 લાખથી વધુનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE













મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષાને ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા રીક્ષા મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે રીક્ષાનો કબજેદાર ત્યાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષા નંબર જીજે 3 બીટી 1299 ને ચેક કરવામાં આવી હતી દરમિયાન તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા 65,448 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં રિક્ષાના કબજેદાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે






Latest News