મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ નગરમાં રહેતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત: ટંકારાના લખધીરગઢ ગામ પાસે કારખાનમાં યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલા લાયસન્સ નગરમાં રહેતા આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામ પાસે આવેલ જય બાલાજી પોલિપેક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યુ હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નં-1 માં રહેતા મહેશભાઈ લાખાભાઈ રાઠોડ (40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ. જેથી આ બનાવ અંગેની કૌશલભાઈ રાઠોડ દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામ પાસે આવેલ જય બાલાજી પોલિપેક કારખાનાની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો વિકીકુમાર શિવાકુમાર ગૌણ (25) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેણે લેબર ક્વાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃત દેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News