મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩.૬૦ કરોડની ચીટીંગના ગુનામાં પકડાયેલ આરોપી પેરોલ જંપ કરીને નાસતો ફરતો હોય કચ્છ જીલ્લામાંથી ઝડપાયો


SHARE











મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ માં ૧૩.૬૦ કરોડ રૂપીયાના ચીટીંગ, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરેલ હતી અને તે ગુનામાં પકડાયેલ આરોપીને જામીન ન મળતા પોતે જેલમાં રહી પેરોલ રજા મેળવી હતી અને બાદમાં તે છેલ્લા અઢી વર્ષથી નાસી ગયેલ હતો જેથી કરીને પેરોલ જંપ આરોપીને પકડવા માટે એસ.ઓ.જી.ની ટીમ જહેમત કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી જીલ્લા એસઓજીની પીઆઇ એમ.પી. પંડયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગી રાહે હકીકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ માં આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધાયો હતો જેમા આરોપી વસંત કેશવજીભાઇ ભોજવીયા (૪૧) રહે. રાબીયા ગાર્ડન, કરબલા રોડ લાલવાણી બંગલાની પાસે કોયહીલ ભોપાલ (એમ.પી.) મુળ રહે નીલકંઠ સોસાયટી ૧૦૦ ફુટ શ્યામલ રોડ સેટેલાઇટ અમદાવાદ વાળાની ધરપરડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલ મુક્ત થયેલ હતો અને તેને તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ હાજર થવાનુ હતુ પરંતુ આરોપી કોર્ટના હુકમ મુજબ જેલે પરત આવેલ નહી અને બારોબાર પેરોલ જંપ થયેલ અને હાલે જયનગર પાટીયા તા.જી.કચ્છ (ભૂજ) ખાતે હોવાની હકીકત આધારે વોચ કરતા મળી આવેલ હતો જેથી તેને હસ્તગત કરી મોરબી સબ જેલને સોપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ આરોપી વસંતકુમાર ભોજવીયાએ સહ આરોપીઓ સાથે મળી ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી ફરિયાદીને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલય પ્રલોભન આપી હતી અને આરોપીએ પોતે આઇ.એ.એસ. (કલેકટર) માં પાસ થઇ ગયેલ છે અને રૂપિયાની જરૂરીયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે જુદી જુદી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦ મેળવી લીધા હતા અને તે રૂપીયા પરત નહી આપી અવેજીમાં ખોટા બે ડીમાન્ડ ડ્રાફટ આપી તથા સહ આરોપીને ફાઇનાન્સના અધિકારી તરીકે ઓળખાણ કરાવી હતી અને ફરીયાદીને રૂપિયા ૩૮૦ કરોડ નુ ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ ગુન્હાહિત કાવતરુ રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી (ઠગાઇ) કરી હતી. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કરી હતી






Latest News