મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ
મોરબીની ભક્તિ નિકેતન સોસાયટીમાં ઘરમાં પાણીની ડોલ ભરતા સમયે ટાંકામાં પડી જવાથી વૃદ્ધાનું મોત
SHARE
મોરબીની ભક્તિ નિકેતન સોસાયટીમાં ઘરમાં પાણીની ડોલ ભરતા સમયે ટાંકામાં પડી જવાથી વૃદ્ધાનું મોત
મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ ભક્તિ નિકેતન સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતાના ઘરની અંદર ટાંકામાંથી પાણીની ડોલ ભરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે પાણીના ટાંકામાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી નજીક ભક્તિ નિકેતન સોસાયટીમાં રહેતા મંજુલાબેન વશરામભાઈ ઝાલરીયા (70) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા અને ત્યારે પાણીની ડોલ ટાંકામાંથી ભરતા હતા તે સમયે કોઈ પણ કારણોસર પાણીના ટાંકામાં પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
વૃદ્ધ સારવારમાં
હળવદના નવા દેવડીયા ગામે માનસિંગજી ઉદેભા પરમાર (60) નામના વૃદ્ધને કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક બોર્ડમાં પિન લગાવતા સમયે શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબી નજીકના ગાળા ગામ પાસે આવેલ સોલો સ્ટોન ટાઇલ્સ નામના કારખાનામાં કામગીરી દરમિયાન કોઈ જીવડું કરડી જતા અંકિત કમલસિંહ રાજપૂત (23) નામના યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદર ગામ પાસે મંદિર નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં શિવદીપસિંહ ચેતનસિંહ (10) નામનો બાળક બાઇક ઉપર જતો હતો તેને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબીના નાગલપર ગામે રહેતો દીપક ગીરીશભાઈ ભગલાણી (14) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં દિપકને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
મોરબીના રંગપર ગામથી વાડીએ જઈ રહેલ મુકેશ જમરા (29) રહે. મુળ એમપી વાળાનું બાઈક કોઈ કારણસર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.