મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ


SHARE







મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના રહેવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાને આપે છે તેમ છતાં પણ નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળતી નથી તે વાસ્તવિકતા છે છેલ્લા મહિનાઓમાં પડેલા વરસાદના કારણે મોરબીના મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને વાહન ચાલકો અને ખાસ કરીને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મોરબી પાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ થાય છે પરંતુ આ એ ગ્રેડની નગરપાલિકાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ સારા કહેવાય તેવા ભંગાર રસ્તા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે મોરબીના હોસ્પિટલ રોડ, વિજય ટોકીઝ રોડ, જુના બસ સ્ટેશન રોડ, તખતસિંહજી રોડ, પરશુરામ પોટરી રોડ સહિતના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા મુખ્ય રસ્તા કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે તે રસ્તામાં ખાડા પડી ગયા છે અને આ ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ બની શકે તેવી પણ શક્યતાઓ છે તેમ છતાં પણ ખાડાનું સમારકામ કરવા માટેની તસ્તી પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવતી નથી

 

આટલું જ નહીં પરંતુ જે વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને વેપાર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જેથી કરીને કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાનની અંદર ડસ્ટ ન આવે તે માટે થઈને પડદા રાખવા પડે છે આ ઉપરાંત વેપારીઓએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને પોતાની દુકાનમાં માસ્ક પહેરીને આજની તારીખે વેપાર ધંધા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ મોરબીમાં થયું છે.

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલા તો રોડ ઉપર પડેલા ખાડા અને ધૂળની સમસ્યા ઉકેલવામાં આવે અને ત્યારબાદ જે વિસ્તારની અંદર રોડ રસ્તાના કામ કરવાના છે તે કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે અને હરહંમેશ ની જેમ સરકારી જવાબ એક જ છે કે "રોડ રસ્તા ના કામ ટૂંક સમયમાં ચાલુ થવાના છે" જો કે ક્યારે થશે તે સમય જ બતાવશે અને સૌથી મોટી વાત કરે જે રોડના કામ કરવામાં આવશે તે રોડ કેટલા સમય સુધી સારા રહેશે તેની કોઈ ગેરંટી આપતું નથી.

 




Latest News