મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા પ્રજાના પૈસાનું પાણી કરે છે તો પણ સુવિધા આપતી નથી: કોંગ્રેસનો ખુલ્લો પત્ર


SHARE













મોરબી પાલિકા પ્રજાના પૈસાનું પાણી કરે છે તો પણ સુવિધા આપતી નથી: કોંગ્રેસનો ખુલ્લો પત્ર

મોરબી શહેરમાં દિવાળી જેવા તહેવારોમાં પણ મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હતી અને આજે પણ બંધ છે જેથી કરીને શહેર કોંગ્રેસનાં પ્રમુખ પાલિકાના સત્તાધીશોને ખુલ્લો પત્ર લખેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા મોરબી નગરપાલીકાની મુલાકાતે ગયા હતા ત્યારે જાણવા મળ્યું કે, સ્ટ્રીટ લાઈટ લગાવવા માટેનાં જે વાહનો છે તે પાર્કિંગમાં કોઈને કોઈ ખામીનાં હિસાબે ધુળ ખાઈ રહ્યા છે..? તો શું મોરબીનાં લોકોનાં ટેક્સનાં પૈસાનો સદઊપયોગ આ પાલીકાનાં વહીવટદારો નહીં કરી શકે...? શું નગરપાલીકાનાં સત્તાધીશોને લોકોની ચિંતા નથી...? ગટર સાફ કરવાનાં જેટીંગ મશીન પણ બંધ છે...? દિવાળી પહેલા નવી  આવેલી સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે પાલીકાનાં તંત્રને શું હજું સમય નથી મળ્યો...? માટે કડક અને સ્વચ્છ છબીનો વટ પાડતા અધિકારીઓને લોકોની મહેનતનાં પૈસાનો સદઉપયોગ કરતા શીખવાડવું પડશે...? જો તંત્ર દ્વારા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નહી લાવવામાં આવે તો રજૂઆતો કરવામાં આવશે અને મોરબી નગરપાલીકાનું નામ બદલાવી મોરબી ગ્રામ પંચાયત કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને વિપક્ષ તરિકે તેઓને જવાબદારી સોંપવામાં આવશે તો વિપક્ષ યોગ્ય કામ કરવાની જવાબદારી લેવા તૈયાર છે.






Latest News