વાંકાનેર તાલુકાના લુણસર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત
SHARE
વાંકાનેર તાલુકાના લુણસર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત
વાંકાનેર તાલુકાના લુણસર ગામે સીમમાં રહેલા વૃદ્ધને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગી હોતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા દલાભાઈ સોંડાભાઈ વાઘેલા (70) નામના વૃદ્ધ ગામની સીમમાં હતા ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ વૃદ્ધના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે
એક બોટલ દારૂ
મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કિંગ પેલેસ સામેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કાનજીભાઈ દેવજીભાઈ પરમાર (35) રહે જેલ રોડ પાસે વણકરવાસ મોરબી વાળાની ધરપકડ કરી છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
ત્રણ બોટલ દારૂ
ટંકારા તાલુકાના નેકનામ પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવતા 900 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને મનુભાઈ ખાતરાભાઈ બામણીયા (35) રહે નેકનામ ગામ વનરાજસિંહ ઝાલા ની વાડીએ ટંકારા વાળા ની ધરપકડ કરી હતી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે