મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી માટે મીટીંગનું આયોજન
Morbi Today

મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર ગામ પાસે ઝુપડામાં રહેતા યુવાને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી જેથી તે યુવાનને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે.જેમાં તેણે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (41) એ આરોપી મેરીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી.જેથી કરીને ત્રણેય આરોપીઓએ કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળેટુંપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું તેમજ તેના મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં નાખીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે.લિયારા તાલુકો પડધરી મૂળ રહે.એમપી અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર તા.મોરબી મૂળ રહે.એમપી ની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.




Latest News