ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ વાંકાનેર તાલુકાનાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીના વજેપરમાં બાળકોને પુસ્તક તરફ વાળવા માટે બાળ વાંચન માળા શરૂ મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર મોરબીમાં ફાયરીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રોડ ઉપરના દબાણોની સામે આંખ આડા કાન કરીને વાહન ચાલકો સામે રોફ જમાવતા ટ્રાફિક પોલીસ સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર આડે પાર્ટીશન લગાવનારાઓને રોકતા વૃદ્ધ અને તેના પુત્રવધુને માર માર્યો: ત્રણ મહિલા સહિત 8 સામે ફરિયાદ


SHARE



























મોરબીમાં ઘર આડે પાર્ટીશન લગાવનારાઓને રોકતા વૃદ્ધ અને તેના પુત્રવધુને માર માર્યો: ત્રણ મહિલા સહિત 8 સામે ફરિયાદ

મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રી નગરની બાજુમાં આવેલ વિજયનગરમાં થોડા દિવસો પહેલા માલિકીની દિવાલમાં એંગલ લગાવીને છાપરું લગાવ બાબતે માથાકૂટ થઈ હતી તે બાબતે હવે સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મકાનની આડે પાર્ટીશન મારતા હતા તેને અટકાવેલ હતા તે બાબતનો ખાર રાખીને વૃદ્ધ તથા તેના પુત્રવધુને માર મારીને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ત્રણ મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સતાધાર સોસાયટીમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના બ્લોક નંબર ચાર માં રહેતા હંસરાજભાઈ ડાયાભાઈ કાવર (67) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ મનજીભાઈ, ચુનીલાલ, ભુદરભાઈ, સુનીતાબેન રણછોડભાઈ, રમેશભાઈ, મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રણવભાઈ ચુનીભાઇ અને કાંતાબેન ચુનીભાઇ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના પુત્ર વધુ કિંજલબેન વિજયનગર એક માં રવાપર રોડ ઉપર આવેલ તેઓના માલિકીના મકાને ગયેલા હતા ત્યારે ત્યાં રણછોડભાઈ, ચુનીલાલ, ભુદરભાઈ અને સુનીતાબેન મકાનની વચ્ચે આડુ પાર્ટીશન મારતા હતા જેથી કરીને પાર્ટીશન મારવાની ફરિયાદી એ ના પાડતા તેને આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારબાદ જતા રહ્યા હતા ત્યાર પછી રમેશભાઈ તેના પત્ની તેમજ પ્રણવભાઈ અને કાંતાબેન ત્યાં આવ્યા હતા અને તેઓએ બોલાચાલી કરી હતી ત્યારે રમેશભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને પેટના ભાગે તથા માથામાં અને તેના પુત્રવધુને હાથે પગે માર માર્યો હતો અને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ અને તેના પુત્ર વધુ એ સારવાર લીધા બાદ હાલમાં તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ગુનો નોંધાયો
ટંકારાની લતીપર ચોકડીએ શ્રીરામ પ્લાઝા પાસે કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને હાલમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા મનસુખભાઈ ભગવાનજીભાઈ ડાભી (32) રહે પાવઠાની વાડી સનાળા રોડ મોરબી વાળા સામે ટંકારા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોદીની પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News