મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીના બેલા ગામ નજીક છત ઉપરથી પટકાતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન નશાની હાલતમાં લેબર કવાટરની છત ઉપર ચડ્યો હતો અને બાદમાં નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોય તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી નામનો ૨૭ વર્ષનો યુવાન તા.૧૦ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં યુનિટના લેબર કવાટરમાં છત ઉપર ચડ્યો હતો અને નશાની હાલતમાં તે છત ઉપરથી નીચે પડી ગયો હોવાથી શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયુ હતું.મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડાતા ત્યાં પીએમ સહિતની વિધિ કરવામાં આવી હતી. અને તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા હબીબભાઈ અલ્લારખા ભટ્ટી (ઉમર ૬૦) તથા નવાબ રમજાનભાઈ કાજડીયા (ઉંમર ૧૭) નામની બે વ્યક્તિઓને તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યે ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી ૧૦૮ વડે આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે.હોસ્પિટલ ખાતેથી આ બાબતે યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

પરણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર નજીક મફતપરા વિસ્તારમાં રહેતા શીલાબેન ટપુભાઈ મારવાણીયા નામની ૪૦ વર્ષિય મહિલાને તા.૧૦ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી શીલાબેનને સિવિલે સારવાર માટે લઈ જવાયા હોય હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News