માળીયા (મી)ના હરિપર પાસે ચાલુ ટ્રકમાંથી યુવાને નીચે કૂદકો માર્યો: કપાળ-આંખ પાસે ઇજા થતાં સારવારમાં
મોરબીના યુવાનને શેર બજારમાં રોકાણ કરીને નફો કમાવી દેવાની લાલચ આપી 13.75 લાખની છેતરપિંડી
SHARE
મોરબીના યુવાનને શેર બજારમાં રોકાણ કરીને નફો કમાવી દેવાની લાલચ આપી 13.75 લાખની છેતરપિંડી
શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચને ભેજાબાજ શખ્સો દ્વારા અનેક લોકોને શીશમાં ઉતારવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા યુવાનને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરીને સારો નફો કમામો દેવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસેથી 13.75 લાખ મેળવી લેવામાં આવ્યા હતા અને તે રકમ પછી આપવામાં આવી ન હતી જેથી કરીને યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે ચાર મોબાઈલ નંબર અને પાંચ બેંક એકાઉન્ટના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં પરીશ્રમ એપાર્મેન્ટ બ્લોક 202 માં રહેતા અને લેબ કોન્ટ્રાકટનો ધંધો કરતાં શૈલેસભાઇ નારણભાઇ ઓધવીયા (40)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વોટસએપ નંબર 87553 38397, 9752049544, 9630105994, 8791103586 તેમજ ઇન્ડુસન્ડ બેંકના એકાઉન્ટ નંબર 258696561890, 258734967984 અને 201029655273 તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ નંબર 6826002100000704 તેમજ 1016202100000528 ના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ડોક્ટર મારવાણીયા સાહેબની હોસ્પિટલ પાસે હતા ત્યારે ગત તા. 20/2/24 થી 6/5/24 સુધીના સમયગાળામાં આરોપીઓએ તેને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી હતી અને તેનો વિશ્વાસ કેળવીને ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી પાસેથી સમયંતરે કુલ મળીને 13.75 લાખ રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં લઈ લીધા હતા અને તે રૂપિયા ફરિયાદીને પાછા આપવામાં આવેલ નથી જેથી કરીને યુવાન સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરવામાં આવી છે માટે તેને હાલમાં મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.ની કલમ 406, 420 તથા આઇ.ટી. એકટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.