મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના મહાસંઘ દ્વારા ધારાસભ્યો, માજી મંત્રી અને સાંસદનો જૂની પેન્શન યોજના લાગુ કરતાં આભાર વ્યક્ત કરાયો


SHARE





મોરબીના મહાસંઘ દ્વારા ધારાસભ્યો, માજી મંત્રી અને સાંસદનો જૂની પેન્શન યોજના લાગુ કરતાં આભાર વ્યક્ત કરાયો

ગુજરાતની સંવેદનશીલ સરકારની તા.6/10 ના રીજ કેબિનેટ બેઠકમાં 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો નિર્ણય લેવાયો છે જે બદલ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલશિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલ્લભાઈ પાનસેરિયાગુજરાત સરકારનાં પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલ તથા મોરબી જિલ્લાના જન પ્રતિનિધિ તરીકે વખતોવખત ધારાસભ્યનો રજુઆતો કરેલ શિક્ષકોની રજુઆતો ધારાસભ્યના માધ્યમથી સરકાર સુધી પહોંચાડેલ હતી જેથી કરીને 63,000 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને જૂની પેંશન યોજના પુન:સ્થાપિત કરતો ઠરાવ બહાર પાડવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો. સહકાર અને મજબૂતી આપવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી તમામ શિક્ષકો અને કર્મચારીઓ વતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજ્ય સભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા વિગેરેને આભાર પત્ર અર્પણ કરીને મોં મીઠા કરાવી ઋણ સ્વીકાર કર્યો હતો




Latest News