સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામ પાસે ખાણ ખનીજ વિભાગની રેડ, ત્રણ ડમ્પર-એક એક્સકેવેટર મશીન સહિત લાખોનો મુદામાલ સીઝ


SHARE





મોરબીના પંચાસર ગામ પાસે ખાણ ખનીજ વિભાગની રેડ, ત્રણ ડમ્પર-એક એક્સકેવેટર મશીન સહિત લાખોનો મુદામાલ સીઝ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની દ્વારા મોરબી તાલુકાનાં પંચાસર ગામ નજીક મયુર ડેરીની સામેના ભાગમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં પંચાસર રોડ નજીક માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતી જેથી કરીને લાખો રૂપિયાની કિંમતના ચાર વાહનો કબજે કરીને દંડ વસૂલ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં વિપુલ પ્રમાણમા ખનીજ છે જો કે, તેનું રક્ષણ કરવા માટે પૂરતા પ્રમાણમા સ્ટાફ નથી જેથી કરીને જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે ખનીજ વિભાગ માંડ પાસેરામાં પૂણી જેટલું સમાન પકડે છે અને દંડ વસૂલ કરે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. ગઇકાલે મોરબી તાલુકાનાં પંચાસર ગામ નજીક મયુર ડેરીની સામેના ભાગમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ માટે ઉપરાયોગમાં લેવામાં આવેલ એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ R-210-7 સીરીયલ નંબર N601D04374 જેના માલીક તથા ખોદકામ કરાવનાર ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રહે. પંચાસર તાલુકો મોરબી, તેમજ માટીના પરિવહન માટે ઉપયોગમાં લેવા ત્યાં રાખવામા આવેલ ત્રણ ડમ્પર જેમાં જીજે 36 વી 1816, જીજે 36 વી 1319 અને જીજે 36 એક્સ 7216 ને સ્થળે ઉપરથી સીઝ કરવામાં આવેલ છે અને આ તમામ મુદામાલ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News