મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મીએ યોજાશે મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકા બનતા ઉદ્યોગકારો સહિતના લોકોનું મેટ્રો સિટી તરફનું સ્થળાંતર અટકશે, તૈયાર મિલકતોના ભાવમાં 30 થી 40 ટકા વધારો નિશ્ચિત મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો


SHARE















હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો

મેરુપર ગામમાં લોક કલાકાર શ્રી કમલેશ પરમારના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોકકલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.તાજેતરમાં હળવદ તાલુકામાં ચરાડવા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, સ્વચ્છ ભારત અભિયાન, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

આ ઉપરાંત હળવદ તાલુકાના મેરૂપર ગામમાં સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજનનો ગ્રામ સરપંચશ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ તેમજ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો.કાર્યક્રમના અંતે લોક કલાકાર કમલેશ પરમારને ચરાડવા ગ્રામ પંચાયત અને મેરૂપર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.






Latest News