હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
મોરબીમાં પિતા સાથે બાઈકમાં લાઈટ બિલ ભરવા જતા સમયે રસ્તામાં બાથરૂમ કરવા જાવ છું કહીને યુવાન ગુમ..!
SHARE
મોરબીમાં પિતા સાથે બાઈકમાં લાઈટ બિલ ભરવા જતા સમયે રસ્તામાં બાથરૂમ કરવા જાવ છું કહીને યુવાન ગુમ..!
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા પટેલ પરિવારનો યુવાન છેલ્લા પંદર દિવસથી ગુમ થઈ ગયો હોય ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ યુવાનનો પતો ન લાગતા અંતે પોલીસમાં જાણ કરવામાં આવી છે.હાલ તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લક્ષ્મીનગર ગામે રહેતા દિનેશભાઈ જેઠાભાઈ લીખીયા પટેલ નામના ૬૦ વર્ષના આધેડે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી જણાવ્યું હતું કે, ગત તા.૨૮-૧૦ ના રોજ સવારે ૧૦ વાગ્યે તેઓ તેમના પુત્ર સાવન દિનેશભાઈ લીખીયા (ઉંમર ૨૫) રહે.લક્ષ્મીનગરને સાથે બેસાડીને દુકાનેથી નીકળી લાઈટ બિલ ભરવા જતા હતા.ત્યારે રસ્તામાં 'પેશાબ કરવા જવું છે' તેમ કહીને તેણે બાઈક ઊભું રખાવુ હતું અને તે બાથરૂમ કરવા માટે ગયો હતો.જોકે બાદમાં તે પરત ફર્યો ન હોય હાલ તેની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ પત્તો ન લાગતાં પોલીસમાં જાણ કરાયેલ છે.તેણે પીળા કલરનો ચેકસ શર્ટ તથા જાંબલી કલરનું પેન્ટ પહેરેલું હોય જો કોઈને આ બાબતે પતો લાગે તો મોબાઇલ નંબર ૯૯૦૪૫ ૬૨૮૫૭ અથવા તો તાલુકા પોલીસ સ્ટેશનના અશ્વિનભાઈ ઝાપડિયાનો સંપર્ક કરવામાં આવે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી રોડ ઉપર એબીસી શોપિંગ સેન્ટર પાસે પગપાળા જઈ રહેલા સંદીપસિંહ પરિહાર નામના મૂળ મધ્યપ્રદેશના ૩૨ વર્ષેના યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લેતા ઈજા પામેલા હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના ખારચિયા ગામ પાસે બન્યો હતો. જેમાં ડબલ સવારીમાં જતું બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈકમાં સવાર અમરશીભાઈ (ઉંમર ૬૦) રહે.કુંતાસી માળીયા મીંયાણા તથા ગુલમામદમિયાં ઈકબાલમિયાં ગુલારી (ઉંમર ૧૪ રહે.આમરણ દાવલશા પીરની દરગાહ પાસે વાળાઓને ઈજા થતા બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઈ રાજુભાઈ તળપદા નામનો ૩૫ વર્ષનો યુવાન લાલપર ગામેથી રફાળેશ્વર જતો હતો ત્યારે રસ્તામાં પટેલ કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ યમુના પાર્કમાં રહેતો શાહરૂખ દિલાવર મુલતાની (ઉંમર ૩૦) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને પણ મંગલમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.