મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે


SHARE













વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે પાડધરા નજીકથી એક ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને ચેક કરી હતી દરમ્યાન તે ગાડીમાંથી કુલ મળીને 500 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે એક લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ચાર લાખનો મુદામાલ કબજે કરેલ છે અને પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂ ભારે નંબર પ્લેટ વગરની ગાડીને લઈને નીકળેલા આરોપી અજયભાઇ ભગવાનભાઈ મકવાણા (20) રહે. નાળીયેરી તાલુકો ચોટીલા વાળાને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો આરોપીને ચાંપરાજભાઇ રહે. જાનીવડલા તાલુકો ચોટીલાએ આપ્યો હતો અને મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર રહે. ઢુવા વાળાને આપવા માટે જતો હતો તેવું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે હાલમાં ત્રણ શખ્સની સામે ગુનો નોંધ્યો છે અને પકડવાના બાકી બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News