વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે
મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ
SHARE
મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ
મોરબીમાં સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધીનો જે રસ્તો છે તે એક કે બે મહિના નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર હાલતમાં છે ત્યારે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ, ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય, કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે.
મોરબીના સામાજીક કાર્યકરોએ હાલમાં રોડ માટે અધિકારી અને પદાધિકારીને જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં નગરપાલીકાએ જુદાજુદા વિસ્તારમાં રોડ મંજૂર કરેલ છે અને તેના કામ શરૂ થવાના છે ત્યારે સુપર ટોકીઝથી રેલ્વે સ્ટેશન સુધી ચોમાસામાં પાણી ભરાઈ છે જેથી કરીને રોડ તૂટી જાય છે જેથી કરીને હાલમાં જે રસ્તો મંજુર થયેલ છે તે ડામર રોડ મંજૂર થયો છે તેના બદલે ત્યાં આરસીસી રોડ કે પછી પેવાર બ્લોક પાથરવામાં આવે તેવી માંગ કરેલ છે આવી જ રીતે સુપર ટોકીઝથી આસ્વાદ પાન સુધીનો રોડ અને ચિત્રકુટ સિનેમાથી કબ્રસ્તાન સુધીનો રોડ આરસીસી અથવા પેવર બ્લોકથી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.