મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ
હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતાનાં સીધા માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકા હેલ્થ કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ વશરામભાઈ સોલંકી, તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ, ટીડીઓ હળવદ સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં જુના દેવળિયા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી કુલ મળીને 49 લોકોએ રક્તદાન કર્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય શાખાનાં જિલ્લા આઈઇસી ઓફિસર સંઘાણીભાઈ, જીલ્લા લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિંતન દોશી, મેડીકલ ઓફિસર ડો.નિશાબેન પાડલીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર બસીયાભાઈ તેમજ પ્રા.આ.કેન્દ્ર જુના દેવળિયાના આરોગ્ય સ્ટાફ અને ગામના તલાટીમંત્રી અને ગ્રામ આગેવાનો દ્વારા જહેમત ઉઠાવેલ હતી.